CBSE Std 8 Gujarati માનવનું પ્રાણી પ્રત્યેનું વર્તન(manavnu prani prtyenu vartan)-translation-સ્વાધ્યાય-પ્રશ્ન-જવાબ

Gujarati (CBSE)

માનવનું પ્રાણી પ્રત્યેનું વર્તન

(with meanings)

એક વાર જંગલ (forest) માં કોઈ માનવી (man) એ વાઘ (tiger) ને પકડીને પાંજરા (cage) માં પુરી દીધો હતો. એક સજ્જન (gentleman) ત્યાંથી પસાર (passing) થયો હતો. તેને રહેમ (mercy) આવી. તેણે વાઘને પાંજરામાંથી છોડાવ્યો વાઘે છલાંગ(leap) લગાવી માણસને પકડી લીધો.તે માણસે કહ્યું :”બસ ,એવો બદલો (compensation) વાળવાનો (repay) ! ઉપકાર (benevolence) નો બદલો આમ વાળવાનો ?”

‘તમે મનુષ્યજાત (human being) ! પીંજરામાં પૂરનાર તમારી જ કુળ (group) ના ! અમારા પશુઓ (animals) ના તમે ઘાતકી (cruel) મનુષ્યો?’ વાઘે માણસને કહ્યું.એ જ સમયે ત્યાં વૃદ્ધ (old) શ્વાન (dog) આવ્યો. વાઘે તે શ્વાન પાસે માણસનો અભિપ્રાય (opinion) પૂછ્યો.

શ્વાને ઉત્તર (answer) આપ્યો ,’હું મારા શેઠ (master) ને વફાદાર (loyal) રહી જિંદગીભર (lifetime) તેમના ઘરની રખેવાળી (guarding) કરતો હતો,પણ વૃદ્ધ થતા જ તેમને મને મારી (beat) ને ઘરની બહાર કાઢી મૂક્યો.

વાઘે માણસને કહ્યું :’સાંભળ્યું ને ! હવે હું તને ફાડી (rip) ખાઈશ!’

વાઘ માણસને ખાવા જાય છે ત્યાં જ એક શિયાળ (fox) ફરતું ફરતું ત્યાં આવી ચડ્યું . વાઘે શિયાળને પણ પૂછ્યું ,’માણસ માટે તારો શો મત્ત (opinion) છે?શિયાળ ખૂબ ચાલાક (smart) હતું. તેણે કહ્યું : ‘શું વાત બની છે તેનું નિદર્શન (demonstration) કરી બતાવો ,તે પછી જ હું મારો મત આપીશ.”

વાઘ નિદર્શન આપવા પીંજરામાં ગયો કે તરત જ મોકો (chance) ઝડપી શિયાળે પીંજરું બંધ કરી દીધું! મનુષ્ય આઝાદ (independent) થઇ ગયો .

‘કઈંક પુરસ્કાર (award) તો આપતા જાવ !’ શિયાળે મનુષ્યને કહ્યું.

માણસે શિયાળને પથ્થર મારતા કહ્યું : ‘જા જા,લુચ્ચા (cunning) ચાલાક પ્રાણી ,નાસી જા (run away) અહીંથી. ‘

આ વાત પરથી આપણે બોધ (moral lesson) લેવો જોઈએ કે દુષ્ટ (evil) તથા દુર્જનો (wicked) પ્રત્યે કૃપા (pity) ન વરસાવાય. મનુષ્યે સર્વ (all) પશુઓ તથા (and) જીવસૃષ્ટિ (living things) પ્રત્યે કરુણા (pity) ,પ્રેમ (love) રાખવા જોઈએ. મનુષ્યે જીવન (life) માં પ્રેમ,અહિંસા (non-violence) તથા કરુણાનાં ગુણો (quality) વિકસાવવા (develop) જોઈએ. મુસીબત (trouble) નાં સમયે વિચાર (thought) વિમર્શ (discussion) કરી પોતાની સલામતી (safety) ની રક્ષા (protection) કરવી જોઈએ.

સ્વાધ્યાય

  • નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.

1) જંગલમાં માનવીએ કોને પાંજરામાં પૂરી દીધો હતો ?

જવાબ – જંગલમાં માનવીએ વાઘને પાંજરામાં પૂરી દીધો હતો  .

2) વાઘને કોણે પીંજરામાંથી છોડાવ્યો ?

જવાબ – એક સજ્જન માણસે વાઘને પીંજરામાંથી છોડાવ્યો  .

3) વાઘે માણસ વિશેનો અભિપ્રાય કોને પૂછ્યો?

જવાબ – વાઘે માણસ વિશેનો અભિપ્રાય શ્વાનને પૂછ્યો  .

 4) શિયાળે મનુષ્ય પાસે શું માગ્યું ?

જવાબ – શિયાળે મનુષ્ય પાસે પુરસ્કાર માગ્યો  .

5)  મુસીબતના સમયે શું કરવું જોઈએ ?

જવાબ – મુસીબતનાં સમયે વિચાર વિમર્શ કરી પોતાની સલામતીની રક્ષા કરવી જોઈએ  .

 

  • નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.

1) વૃદ્ધ શ્વાને માણસને શો પ્રત્યુત્તર આપ્યો?

જવાબ – વૃદ્ધ શ્વાને માણસને પ્રત્યુત્તર આપ્યો કે “હું મારા શેઠને વફાદાર રહી જિંદગીભર તેમના ઘરની રખેવાળી કરતો હતો , પણ વૃદ્ધ થતા જ તેમને મને મારીને ઘરની બહાર કાઢી મૂક્યો.”

2) માણસે શા માટે આમ બોલવું પડ્યુંઉપકારનો બદલો આમ વાળવાનો?”

જવાબ – એક વાર જંગલમાં કોઈ માનવીએ વાઘને પકડીને પાંજરામાં પુરી દીધો હતો. એક સજ્જન ત્યાંથી પસાર થયો હતો. તેને રહેમ આવી. તેણે વાઘને પાંજરામાંથી છોડાવ્યો. તેણે વાઘની મદદ કરી હોવા છતાં વાઘે છલાંગ લગાવી માણસને પકડી લીધો.તેથી માણસને એવું બોલવું પડ્યું “ઉપકારનો બદલો આમ  વાળવાનો ?”

 3) વાઘ કેવી રીતે પાછો પીંજરામાં પુરાયો ?

જવાબ – વાઘે શિયાળને માણસ વિશેનો મત જણાવવા કહ્યું. ત્યારે શિયાળે ઉત્તર આપ્યો ‘શું વાત બની  છે તેનું નિદર્શન કરી બતાવો ,તે પછી જ હું મારો મત આપીશ ”  વાઘ નિદર્શન આપવા પીંજરામાં ગયો  કે તરત જ મોકો ઝડપી શિયાળે પીંજરું બંધ કરી દીધું અને વાઘ પાછો પીંજરામાં પુરાયો.

4) વાર્તામાંથી આપણને શો બોધ મળે છે ?

જવાબ – આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે દુષ્ટ તથા દુર્જનો પ્રત્યે કૃપા ન વરસાવાય. મનુષ્યે સર્વ પશુઓ તથા જીવસૃષ્ટિ પ્રત્યે કરુણા ,પ્રેમ રાખવા  જોઈએ   .મનુષ્યે જીવનમાં પ્રેમ,અહિંસા તથા કરુણાનાં ગુણો વિકસાવવા જોઈએ. મુસીબતનાં સમયે વિચાર વિમર્શ કરી પોતાની સલામતીની રક્ષા કરવી જોઈએ.

 

  • વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો.

1) શિયાળ ખૂબ ચાલાક હતું .  ✔
2) મોકો ઝડપીને માણસે પીંજરું બંધ કરી દીધું .  ✖
3) મનુષ્યે શિયાળને કહ્યું ,’પુરસ્કાર તો આપતા જાવ ‘  ✖
4) પશુઓ તથા જીવસૃષ્ટિ પ્રત્યે કરુણા રાખવી જોઈએ .  ✔
5) દુષ્ટ તથા દુર્જનો પ્રત્યે કૃપા વરસાવવી જોઈએ .  ✖

 

  • નીચે આપેલ કહેવતોના અર્થ સમજાવો.

1) જેવા સાથે તેવા (tit for tat)

આ કહેવત નો અર્થ થાય કે લોકો જેવા હોય તેવું તેની સાથે વર્તન કરવું જોઈએ.સજ્જન સાથે સારું વર્તન કરવું જોઈએ અને દુર્જન સાથે તેના જેવું જ વર્તન કરવું જોઈએ.

2) ખાડો ખોદે તે પડે (one who try to harm others,harm himself)

આ કહેવત નો અર્થ થાય કે જેવું કરો તેવું પામો એટલે કે આપણે જેવું કાર્ય કરીએ તેવું ફળ આપણને મળે. બીજાનું સારું કરવાથી આપણું સારું થાય અને બીજાનું ખરાબ વિચારવાથી આપણું જ ખરાબ થાય.

3) ચેતતા નર સદા સુખી (person who is always alert,always safe)

આ કહેવત નો અર્થ થાય કે આપણે હંમેશા ચેતાતાં  રહેવું જોઈએ. બીજાના વર્તનથી સદા સાવધાન સ્હેવું જોઈએ. જેથી આપણી સલામતી જળવાઈ રહે.

 

  • નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો.

1) મુસિબત – મુસીબત
2) પૂરસ્કાર – પુરસ્કાર
3) પિંજળું – પીંજરું
4) શીઆળ – શિયાળ
5) મનુશીય – મનુષ્ય
6) સલામતિ – સલામતી
7) સત્જન – સજ્જન
8) ઊપકાર – ઉપકાર

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *