CBSE Std 8 Gujarati “ઇલાબહેન ભટ્ટ(Ilabahen Bhatt)”-translation-સ્વાધ્યાય-question answer

Gujarati (CBSE)

ઇલાબહેન ભટ્ટ

(with meanings)

જેમનું નામ SEWA (સેવા) સંસ્થા (institute) સાથે સંકળાયેલું (associated) છે તથા હંમેશાં (always) સંકળાયેલ રહેશે એવા ઇલાબેન ભટ્ટ ગુજરાતનાં એક વિશિષ્ટ (extraordinary) તથા સેવાપ્રિય (service lover) મહિલા (woman) છે. તેમનો જન્મ 7 સપ્ટેમ્બર સન (year) 1933માં અમદાવાદ ખાતે થયો હતો. 1952માં અંગ્રેજી(English) સાહિત્ય(literature) સાથે તેમણે આર્ટ્સ(arts) તરીકે સ્નાતક (graduate)ની પદવી (degree) પ્રાપ્ત કરી હતી હતી તથા કાયદા (laws)નાં સ્નાતક પણ છે. તેમના પતિ રમેશભાઈ ભટ્ટ અર્થશાસ્ત્ર (economics)નાં અધ્યાપક (teacher) હતા. તેમને મિહિર (name of boy) અને અમીમયી (name of girl) નામે બે બાળકો (children) છે.

લગ્ન (marriage) પહેલાં (before) તેઓ મજૂર (labor) મહાજન (guild) સંઘ (association) અમદાવાદમાં કાયદાકીય (legal) સેવા (service)ઓ આપતાં હતાં. તેમણે કેટલીક પીડિત (sufferer) તથા (and) શોષિત (exploited) શ્રમજીવી (wage earner) મહિલાઓની મુશ્કેલીઓ (trouble) સમજી (understand) હતી. તે મહિલાઓએ રજૂઆત (presentation) કરી કે મહિલાઓનો એક અલગ (separate) સંઘ કેમ ન થાય ?

એના જ પરિણામ (result) સ્વરૂપે 1971નાં ડિસેમ્બરમાં સ્વાશ્રયી (self-reliant) મહિલાઓનું એક મંડળ (committee) રચવામાં આવ્યું ‘SEWA’. SEWA એટલે Self Employed Women’s Association’. તેના પ્રમુખ (president) અરવિંદ બૂચ હતા, જે મજૂર મહાજન સંઘનાં પ્રમુખ હતા. SEWA નાં મંત્રી (minister)પદે ઇલાબહેન હતા.તેમણે મંડળ રચ્યું તો ખરું પણ તેને માન્યતા (belief) ઘણા સમય પછી મળી.

SEWA એક એવું કામદાર (worker) મંડળ છે જેની સભ્ય (member) સંખ્યા ભારતમાં બીજા કોઈપણ મંડળ કરતા વધુ , લગભગ બે લાખ કરતા પણ વધુ છે . આ મંડળ ગુજરાત ઉપરાંત (besides) ચારપાંચ રાજ્યો (states)માં પણ કાર્ય (work) કરે છે. તેની શાખા(branch)ઓ દ્વારા શ્રમજીવી મહિલાઓ સંગઠિત (connected) થઇ છે. તેમાંથી 15 કરોડની મૂડીરોકાણ (capital investment)ની એક ‘સેવા બેંક’ પણ રચી છે. વિકાસ (progress)ના પથ (way) પર ચાલતાં ચાલતાં તેને 25 વર્ષ (year) થઈ ગયા છે તથા તે વટવૃક્ષ (banyan tree) સમાન (like) ફૂલીફાલી (spread).

ઇલાબહેન ‘સેવા’ને બીજી (second) આઝાદી (freedom) ગણાવે છે. તેમનું માનવું છે કે આપણે રાજકીય (political) સ્વતંત્રતા (freedom) મેળવી હતી ,પરંતુ આર્થિક (economic) રીતે તો પરાધીન (dependent) હતા. તેમના મત્તે (opinion) ‘સેવા’ દ્વારા આપણે આર્થિક સ્વતંત્રતા મેળવી છે. ‘સેવા’ દ્વારા તેની સ મહિલાઓને તાલીમ (training) આપી તેમનામાં સાહસ (daring) તથા નેતૃત્વ (leadership)નાં ગુણો (quality) પારંગવામાં (adopt) ઇલાબહેને ખૂબ જહેમત (strong effort) લીધી છે. ગરીબ (poor) ,નિરક્ષર(illiterate) તથા સ્વાશ્રયી (self-dependent) બહેનોને સંગઠન શક્તિ (power)માં ખૂબ શ્રદ્ધા (faith) છે. સેવાની ઘણી મહિલાઓએ આંતરરાષ્ટ્રીય (international) કક્ષા (level)એ નામ રોશન (here to feel proud) કર્યા છે .

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભરાયેલી મહિલા પરિષદમાં ઇલાબહેને સ્ત્રી શક્તિ તથા બેંક વિષેની ચર્ચા (discussion)માં ખૂબ યોગદાન (contribution) આપ્યું હતું . તેના ફળ (result) સ્વરૂપે ‘વિશ્વ મહિલા બેંક’ સ્થાપવામાં આવી હતી. તદુપરાંત (besides) તેઓ બીજા અનેક આંતરરાષ્ટ્રીય સમિતિ (committee)ઓનાં પણ સભ્ય (member) છે .

ઈલાબહેનના વિકાસની કામગીરી (work)ને સન્માનિત (honored) કરવા તેમને ઘણાં બધાં રાષ્ટ્રીય (national) તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ (awards) મળ્યા છે કે જે ગણીએ (count) તો થાકી (exhaustion) જવાય. ભારતસરકારે (Indian government) તેમને ‘પદ્મશ્રી’ તથા ‘પદ્મભૂષણ’ થી નવાજ્યા(nominated) છે. વિશ્વ (world) પ્રસિદ્ધ (famous) રેમન મેગ્સેસે એવોર્ડ પણ તે મેળવી ચૂક્યા છે. તેમણે ઘણી બધી માનદ્દ (honorary) ડિગ્રી (degree)ઓથી પણ નવજાય છે કેટલાક એવોર્ડ્સમાં મળેલી રોકડ (cash) રકમ (amount) તેમણે ‘સેવા’ને સમર્પિત (dedicated) કરી છે .

તાજેતર (recent)માં જ તેમને 2011ના વર્ષમાં ‘ઇન્દિરા ગાંધી’ એવોર્ડ એનાયત(awarded) કરવામાં આવ્યો છે .

નારીશક્તિ (woman power) કે સ્ત્રીશક્તિ (woman power) કેટલી પ્રચંડ (enormous) છે તે પરચો (power) આપણને ઇલાબહેને ‘સેવા’ દ્વારા કરાવ્યો છે. તેમના શબ્દકોશ (dictionary)માં ‘થાક’ જેવો શબ્દ (word) જ નથી .

SEWA જેવી સંસ્થાનો પરિચય (introduction) દુનિયા (world)ના દેશો (country)ને કરાવીને ભારતનું નામ વૈશ્વિકધોરણે (world level) ગૂંજતું (popular) કરનાર ઇલાબહેનને શત (hundred) શત પ્રણામ (obeisance) !

 

સ્વાધ્યાય

  • નીચે આપેલા પ્રશ્નોના એક-બે વાક્યમાં જવાબ લખો.

1) ઇલાબહેનનું નામ કઈ સંસ્થા સાથે સંકળાયેલું છે ?
જવાબ – ઇલાબહેનનું નામ ‘SEWA’ (સેવા) સંસ્થા સાથે સંકળાયેલું છે .

2) ઈલાબહેનનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ?
જવાબ – ઈલાબહેનનો જન્મ 7 સપ્ટેમ્બર સન 1933માં અમદાવાદમાં થયો હતો .

3) લગ્ન પહેલાં ઇલાબહેન ક્યાં સેવા આપતા હતા?
જવાબ – લગ્ન પહેલાં ઇલાબહેન મજૂર મહાજન સંઘ અમદાવાદમાં સેવાઓ આપતાં હતાં .

4) ‘SEWA’ સંસ્થાનું પૂરું નામ શું છે?
જવાબ – ‘SEWA’ સંસ્થાનું પૂરું નામ ‘Self Employed Women’s Association’ છે .

5) ઇલાબહેન કેવી મહિલાઓની મુશ્કેલી સમજતા?
જવાબ – ઇલાબહેન પીડિત તથા શોષિત શ્રમજીવી મહિલાઓની મુશ્કેલીઓ સમજય હતા .

 

  • નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો.

1) ‘SEWA’ સંસ્થાની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઇ?
જવાબ – ઇલાબહેન મજૂર મહાજન સંઘ અમદાવાદમાં કાયદાકીય સેવાઓ આપતાં હતાં. તેઓ પીડિત તથા શોષિત શ્રમજીવી મહિલાઓની મુશ્કેલીઓ સમજતા હતા. પરંતુ તે મહિલાઓએ ઈલાબહેનને મહિલાઓનો એક અલગ સંઘ રચવા રજૂઆત કરી. એના જ પરિણામ સ્વરૂપે 1971નાં ડિસેમ્બરમાં સ્વાશ્રયી મહિલાઓ માટે ‘SEWA’ની સ્થાપના કરવામાં આવી.

2) ‘સેવા’ સંસ્થા તથા તેની કાર્યપ્રણાલી વિશે લખો .
જવાબ – 1971નાં ડિસેમ્બરમાં સ્વાશ્રયી મહિલાઓ માટે ‘SEWA’ની સ્થાપના કરવામાં આવી.SEWA એક એવું કામદાર મંડળ છે જેની સભ્ય સંખ્યા લગભગ બે લાખ કરતા પણ વધુ છે . આ મંડળ ગુજરાત ઉપરાંત ચારપાંચ રાજ્યોમાં પણ કાર્ય કરે છે. તેની શાખાઓ દ્વારા શ્રમજીવી મહિલાઓ સંગઠિત થઇ છે. તેમાંથી 15 કરોડની મૂડીરોકાણની એક ‘સેવા બેંક’ પણ રચી છે. સેવાની ઘણી મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન (here to feel proud) કર્યા છે .

3) ઇલાબહેન ‘સેવા’ સંસ્થાને બીજી આઝાદી કેમ ગણાવે છે?
જવાબ – ઇલાબહેન ‘સેવા’ને બીજી આઝાદી ગણાવે છે કારણ કે તેમનું માનવું છે કે આપણે રાજકીય સ્વતંત્રતા મેળવી હતી ,પરંતુ આર્થિક રીતે તો પરાધીન હતા. તેમના મત્તે ‘સેવા’ દ્વારા આપણે આર્થિક સ્વતંત્રતા મેળવી છે.

4) ઇલાબહેન કઈ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે તથા તેમને ક્યા ક્યા પુરસ્કાર પ્રાપ્ત થયા છે ?
જવાબ –  ઇલાબહેન મજૂર મહાજન સંઘ,SEWA,સેવા બેંક,વિશ્વ મહિલા બેંક સાથે સંકળાયેલ છે.તેમને ઘણાં બધાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા છે. ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મશ્રી’ તથા ‘પદ્મભૂષણ’ એવોર્ડ્સ મળ્યા છે .વિશ્વ પ્રસિદ્ધ રેમન મેગ્સેસે એવોર્ડ પણ તે મેળવી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમને 2011ના વર્ષમાં ‘ઇન્દિરા ગાંધી’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

  • નીચે આપેલી ખાલી જગ્યા પૂરો.

1) ઈલાબહેનના શબ્દકોશમાં થાક  જેવો શબ્દ નથી.
2) ‘સેવા’ની મહિલાઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કર્યા છે .
3) ગરીબ,નિરક્ષર તથા સ્વાશ્રયી  બહેનોને સંગઠન શક્તિમાં ખૂબ શ્રદ્ધા છે.
4) ઈલાબહેનને બે બાળકો છે.
5) ‘સેવા’ સંસ્થાની શરૂઆતથી શ્રમજીવી મહિલાઓ સંગઠિત થઇ.

 

  • નીચે આપેલા રૂઢિપ્રયોગનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
    1) નામ રોશન કરવું
    અર્થ – ગૌરવ વધારવું
    વાક્ય – P. V. સિંધુએ બૅડમિન્ટનમાં ચાંદીનો ચંદ્રક મેળવી આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.
    2) જહેમત ઉઠાવવી
    અર્થ – ખૂબ મહેનત કરવી
    વાક્ય – સફળતા મેળવવા માટે આપણે જહેમત ઉઠાવવી જોઈએ.
    3) ગૂંજતું કરવું
    અર્થ – પ્રસિદ્ધ કરવું
    વાક્ય – ઇલાબહેને વૈશ્વિક સ્તરે ‘સેવા’નું નામ ગુંજતું કર્યું છે.

 

  • શબ્દસમૂહો માટે એક શબ્દ લખો.

1) ભાષાના વિભિન્ન શબ્દ અર્થોનો સંગ્રહ : શબ્દકોશ
2) મહેનત કરીને જીવન જીવતા લોકો : શ્રમજીવી

 

  • શબ્દોની જોડણી સુધારો.
    1) વીષિશ્ટ – વિશિષ્ટ
    2) મુળીરોકાણ – મૂડીરોકાણ
    3) સ્રમજીવી – શ્રમજીવી
    4) સવાશ્રયિ – સ્વાશ્રયી
    5) ફુલિફાલી – ફૂલીફાલી
    6) પરીચય – પરિચય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *