CBSE Std 8 Gujarati ‘મને એ જ સમજાતું નથી (mane ej samjatu nathi)’-meanings-સ્વાધ્યાય-question answer

Std 8 Gujarati (CBSE)

મને એ જ સમજાતું નથી

(with meanings)

 

મને એ જ સમજાતું નથી કે આવું શાને (why) થાય છે ;
­       ફૂલડાં (flowers) ડૂબી (sink) જતાં ને પથ્થરો (stones) તરી (float) જાય છે !

ટળવળે (to pine for) તરસ્યાં (thirsty) ,ત્યહાં(at that place) જે વાદળી (cloud) વેરણ (hostile) બને ,
­       તે જ રણ (desert)માં ધૂમ (plentiful) મુશળધાર (torrential) વરસી (fall,to rain) જાય છે !

ઘર-હીણાં (homeless) ઘૂમે હજારો (thousands) ઠોકરાતાં (stumble) ઠેરઠેર (everywhere) ;
­       ને ગગનચુંબી (skyscraper) મહાલો (palace) જનસૂનાં (without persons) રહી જાય છે !

દેવડી (police station)એ દંડ (punishment) પામે ચોર (thief) મૂઠી (fist) જાર (jowar)ના ;
­       લાખ ખાંડી (800 pounds) લૂંટનારાં(robbers) મહેફિલે (feast) મંડાય છે !

કામધેનુ (cow that fulfill all desire)ને મળે ના એક સૂકું (dry) તણખલું (straw) ;
­       ને લીલાછમ (greenness) ખેતરો (farms) સૌ (all) આખલા (bull) ચરી (graze) જાય છે !

છે ગરીબો (poor)ના કૂબા (cottage)માં તેલ (oil) ટીપુંય (drop) દોહ્યલું (difficult) ;
­       ને શ્રીમંતો (rich)ની કબર (grave) પર ઘી (ghee)ના દીવા(light) થાય છે !

 

સ્વાધ્યાય

  • નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો.

1) કાવ્યમાં ‘વેરણ’ શબ્દ કોના માટે પ્રયોજવામાં આવ્યો છે ?
જવાબ – વાદળી
2)વાદળી ક્યાં મુશળધાર વરસી જાય છે ?
જવાબ – રણમાં
3) લીલાછમ ખેતરો કોણ ચારી જાય છે ?
જવાબ – આખલા
4) કોની કબર ઉપર ઘીના દીવા થાય છે ?
જવાબ – શ્રીમંતોની
5) ગરીબોના કૂબામાં શેનો અભાવ છે ?
જવાબ – તેલનો

  • નીચે આપેલા પ્રશ્નોનાં એક-બે વાક્યમાં જવાબ લખો.

1) દેવડીએ કોણ દંડ પામે છે ?
જવાબ – દેવડીએ મૂઠી જાર ચોરેલો ચોર (ગરીબો) દંડ પામે છે.
2) કાવ્યમાં કામધેનુ શબ્દ કોનાં માટે પ્રયોજવામાં આવ્યો છે ?
જવાબ – કાવ્યમાં કામધેનુ શબ્દ ગાય માટે પ્રયોજવામાં આવ્યો છે.
3) મહેફિલમાં કોણ મંડાય છે ?
જવાબ – લાખ ખાંડી લૂંટનારાં(અપ્રમાણિક્તાથી લાખો રૂપિયા કમાનારા અમીરો) મહેફિલમાં મંડાય છે.

  • નીચે આપેલા પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ લખો.

1) કવિનાં મનમાં ક્યાં ક્યાં પ્રશ્નો ઉદ્દભવે છે ?
જવાબ – કવિનાં મનમાં આ પ્રશ્નો ઉદ્દભવે છે     ­        ­

  • ફૂલડાં ડૂબી જાય છે અને પથ્થરો કેમ તરે છે ?
    ­
  •  તરસ્યાંને પાણી નથી મળતું અને રણમાં મુશળધાર વરસાદ કેમ વરસી જાય છે ?­        ­        ­
  • ઘર વગર હજારો લોકો રખડે છે અને મહેલો માણસ વગરના ખાલી રહી જાય છે. આવું કેમ થાય છે ?­        ­        ­
  • આખલાને આખું ખેતર ચરવા મળે છે અને ગાયને એક તણખલું પણ કેમ નથી મળતું ?­        ­        ­
  • એક નાના ચોરને સજા થાય છે તો પછી અપ્રમાણિક્તાથી લાખો રૂપિયા કમાનારા લોકોને સજા કેમ નથી મળતી ? ­        ­        ­      
  • શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે અને ગરીબને એક ટીપું તેલ પણ કેમ નથી મળતું ?

2) કાવ્યમાં કરવામાં આવેલા ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ તમારાં શબ્દોમાં લખો.
જવાબ – આપણા દેશમાં ગરીબોની ઝૂપંડીમાં એક ટીપું તેલ મળવું મુશ્કેલ છે જયારે અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે.  કેટલાય લોકોને રહેવા માટે ઘર નથી જયારે મોટા મોટા મહેલો માણસ વગરના ખાલી રહી જાય છે.ગરીબોને નાની ચોરીની પણ સજા થાય છે જયારે લાખો રૂપિયા લૂંટનારા અમીરો મહેફિલ માણે છે. દેશમાં ગરીબ જેટલા વધારે ગરીબ છે , અમીર તેટલા જ વધુ અમીર છે.

 

  • નીચે આપેલી કાવ્યપંક્તિ વાંચી, સમજીને પ્રશ્નોનાં જવાબ લખો.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના ;
 ­       લાખ ખાંડી લૂંટનારાં મહેફિલે મંડાય છે !
1) ‘દેવડી’ શબ્દનો અર્થ શું થાય ?
જવાબ – ‘દેવડી’ શબ્દનો અર્થ ન્યાયાલય થાય.
2) ‘ચોર’ શબ્દનો વિરોધી શબ્દ લખો.
જવાબ – ‘ચોર’ શબ્દનો વિરોધી શબ્દ : શાહુકાર
3) કાવ્યપંક્તિમાં કોને ચોર કહેવામાં આવ્યો છે ?
જવાબ – કાવ્યપંક્તિમાં મૂઠી જાર ચોરનાર (ગરીબ)ને ચોર કહેવામાં આવ્યો છે.
4) ‘લાખ ખાંડી લૂંટનારાં’ નો અર્થ સ્પષ્ટ કરો.
જવાબ – અહીં ‘લાખ ખાંડી લૂંટનારા’ એટલે અપ્રમાણિક્તાથી લાખો રૂપિયા કમાનારા લોકો.

  • નીચે આપેલી કાવ્યપંક્તિનો અર્થવિસ્તાર કરો.

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું ;
 ­       ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે !
અર્થવિસ્તાર : આ કાવ્યપંક્તિનો એ અર્થ થાય છે કે ગરીબોની ઝૂંપડીમાં તેલનાં ટીપાં નો પણ અભાવ હોય છે જયારે અમીરોની કબર પર ઘીના દીવા થાય છે.આ પંક્તિ દ્વારા કવિ આપણા સમાજમાં રહેલી ગરીબો અને અમીરો વચ્ચેની અસમાનતા દર્શાવવા માંગે છે.

  • નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો.

1) શીમંત – શ્રીમંત
2) લિલાછમ્મ – લીલાછમ
3) ગગનચૂંબિ – ગગનચુંબી
4) જનસુના – જનસૂનાં
5) મૂશડધાર – મુશળધાર
6) ઘરહિતા – ઘર-હીણાં
7) પત્થર – પથ્થર
8) દોહલૂ – દોહ્યલું

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *