CBSE Class 8 Gujarati ” જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru)” questions-answers

 

 

સ્વાધ્યાય

 

 • નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો.

1) આઝાદ ભારતના પ્રધાનમંત્રી કોણ હતા ?
જવાબ – આઝાદ ભારતના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ હતા.

2) જવાહરલાલ નહેરુની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત ક્યાં થઇ ?
જવાબ – જવાહરલાલ નહેરુની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત લખનૌનાં કોંગ્રેસ અધિવેશનમાં થઇ.

3) જવાહરલાલ નહેરુએ ક્યા ક્યા પુસ્તકો લખ્યાં ?
જવાબ – જવાહરલાલ નહેરુએ ‘ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ , ‘ગ્લીમ્પ્સિઝ ઑફ વર્લ્ડ હિસ્ટ્રી ‘ તથા તેમની આત્મકથા ‘ટુ ઓર્ડસ ફ્રીડમ’ પુસ્તકો લખ્યાં.

4) નહેરુને ક્યાં પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતાં ?
જવાબ – નહેરુને ‘ભારત રત્ન’ થી નવાજવામાં આવ્યા હતાં.

5) નહેરુજીનું મૃત્યુ ક્યારે અને કેમ થયું ?
જવાબ – 27 મે ,1964 નાં રોજ નાદુરસ્ત તબિયતને કારણે નહેરુજીનું મૃત્યુ થયું.

 

 • નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.

1) પાઠના આધારે નહેરુજીનું જીવનચિત્ર લખો.
જવાબ – નહેરુનો જન્મ ઈ.સ. 1889 માં 14, નવેમ્બરે થયો હતો. તેમના પિતા મોતીલાલ નહેરુ બેરિસ્ટર અને તેમની માતા સ્વરૂપરાણી હતાં. તેમને બે બહેનો હતી. નહેરુજીનું બાળપણ ખૂબ જ સુખસમૃદ્ધિભર્યું હતું . સ્વતંત્રતા સેનાની, સમાજસુધારક તથા વિદ્વાન રાજકારણી હતા .દેશની સ્વતંત્રતાની લડાઈમાં એમણે મહત્વનું યોગદાન આપેલું હોવાથી તે સ્વતંત્ર ભારતના નિર્માતા કહેવાય છે .

2) નહેરુજીએ ક્યાં ક્યાં શિક્ષણ મેળવ્યું ?
જવાબ – નહેરુજીને પ્રાથમિક શિક્ષા એક અંગ્રેજ ગવર્નસ પાસેથી મળી હતી. ત્યારબાદ તેઓ કૉન્વેન્ટ શાળામાં ભણવા ગયા . ત્યાં આગળ વધુ અભ્યાસ માટે તેઓ હેરો – કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયાં .ત્યાં તેમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો .

3) ‘સ્વતંત્રતા પ્રાપ્તિમાં નહેરુજીનું યોગદાન ‘ – પાઠના આધારે લખો.
જવાબ – લખનૌ કોંગ્રેસ અધિવેશનથી સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી નહેરુ ગાંધીજી સાથે જ હતા . સત્યાગ્રહ આંદોલનના તેઓ સક્રિય કાર્યકર હતા .1921માં આઝાદીની લડાઈ લડતા જેલવાસ પણ ભોગવ્યો . તેઓ રોજની 20 કલાક કામ કરતા . દેશની સ્વતંત્રતાની લડાઈમાં એમણે મહત્વનું યોગદાન આપેલું હોવાથી તે સ્વતંત્ર ભારતના નિર્માતા કહેવાય છે .

4) ‘નહેરુજીનું વસિયતનામું ‘ પાઠના આધારે લખો.
જવાબ – નહેરુજીનું વસિયતનામું આ પ્રમાણે હતું : “વસિયતમાં મળેલી ભારત દેશની અમૂલ્ય ધરોહર પ્રત્યે હું ગૌરવની લાગણી અનુભવું છું . હું ભારતીય ઇતિહાસના અભ્યુદયથી આજ દિન સુધી ચાલી આવતી શ્રુંખલાની એક કડી છું . બરોબર એ જ રીતે જે પ્રકારે આપણે બધા છીએ . હું આ શ્રુંખલાને તોડીશ નહીં , કારણ કે હું આ સાચવીને રાખું છું અને એમાંથી પ્રેરિત થાઉં છું . ભારતની સાંસ્કૃતિક ધરોહરને પોતાની આખરી શ્રદ્ધાંજલિ હું કંઈક આ રીતે આપવા માંગુ છું . મારી આકાંક્ષા છે કે મારી અસ્થિના રાખનો થોડો ભાગ અલાહાબાદની ગંગા નદીમાં વહાવી દેવામાં આવે ; કારણ કે આ ગંગા નદી ભારતના કિનારાઓને ધોઈને મહાસાગરમાં વિલીન થઇ જાય છે .”

5) નહેરુજીની બીજી ઈચ્છા કઈ હતી ?
જવાબ – નહેરુજીની બીજી ઈચ્છા હતી કે હવાઈ માર્ગેથી તેઓની રાખને અત્યંત ઊંચે લઇ જઈ તેને ખેતરોમાં પધરાવવામાં આવે, જ્યાં ભારતનો ખેડૂત કાર્ય કરે છે . જેથી એ રાખ દેશની ધૂળ-માટીમાં ભળી જાય અને એવો હિસ્સો બની જાય, કે જેનાથી ક્યારેય અલગ ન થાય .

 

 • યોગ્ય શબ્દો દ્વારા નીચે આપેલી ખાલી જગ્યા પૂરો.

1) તેઓ પ્રતિદિન 20 કલાક કાર્ય કરતાં.
2) નહેરુજીને બાળકો ખૂબ વહાલાં હતા.
3) તેઓએ દેશવાસીઓને ‘આરામ હરામ હે ‘ નું સૂત્ર આપ્યું.
4) જવાહરલાલ નહેરુ સ્વાતંત્ર્ય સેનાની તથા સમાજ સુધારક હતા.
5) તેમના પિતા મોતીલાલ નહેરુ સફળ બેરિસ્ટર હતા.

 

 • નીચે આપેલા વાક્યો ખરાં છે કે ખોટા તે જણાવો.

1) નહેરૂ પરિવારમાં પુત્ર પુત્રી વચ્ચે ભેદભાવ રખાતો . ✖
2) તેમનું બાળપણ ખૂબ જ સુખસમૃદ્ધિભર્યું હતું . ✔
3) તેમના જીવન પર રસ્કિનનો ઘણો પ્રભાવ હતો . ✖
4) તેઓ તેમના અસ્થિ ગંગા નદીમાં વહેવડાવવા ઇચ્છતા હતા . ✔
5) તેઓને કમળ ખૂબ જ પ્રિય હતું . ✖

 

 • નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો .
  1) રાષ્ટ્રસક્તિ – રાષ્ટ્રશક્તિ
  2) સાંસક્રિતિક – સાંસ્કૃતિક
  3) સ્રધ્ધાંજલી – શ્રદ્ધાંજલિ
  4) વીલિન – વિલીન
  5) વષિયતનામૂ – વસિયતનામું
  6) અધીવેસન – અધિવેશન
  7) શક્રીય – સક્રિય
  8) અભિયૂદય – અભ્યુદય

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *