CBSE Class 8 Gujarati “સાહસિક સેનાપતિ (sahsik senapati)” questions-answers

  • નીચે આપેલા પ્રશ્નોનાં એક વાક્યમાં ઉત્તર આપો.

1) કોને ચિતોડગઢનો કિલ્લો જીત્યો ?
જવાબ – શહેનશાહ જહાંગીરે ચિતોડગઢનો કિલ્લો જીત્યો.

2) મહારાજા સાથે કઈ જાતનાં સેનાપતિ હતા ?
જવાબ – મહારાજા સાથે બે જાતના સેનાપતિ હતા : 1) સક્તાવત 2) ચંદાવત

3) બન્ને સેનાપતિ વચ્ચે શો મતભેદ થયો ?
જવાબ – લશ્કરનો સેનાપતિ કોણ બનશે એ માટે બન્ને સેનાપતિ વચ્ચે મતભેદ થયો.

4) જૂના જમાનામાં પ્રવેશદ્વાર તોડવા શેનો ઉપયોગ થતો ?
જવાબ – જૂના જમાનામાં પ્રવેશદ્વાર તોડવા સશક્ત હાથીને તાલીમ આપીને તેનો ઉપયોગ થતો.

5) સૌ પ્રથમ કિલ્લામાં કોણ ઘૂસ્યું ?
જવાબ – સૌ પ્રથમ ચંદાવત સેનાપતિ અને તેની સેના કિલ્લામાં ઘૂસી.

  • નીચે આપેલા પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ લખો.

1) મહારાણાએ મતભેદનો નિકાલ કેવી રીતે કાઢ્યો?
જવાબ – મહારાણાએ મતભેદનો નિકાલ કાઢવા નક્કી કર્યું કે જે સેનાપતિ ચિતોડગઢની પાસે જ પૂર્વ દિશામાં અંતાલનો કિલ્લો સૌપ્રથમ જીતી બતાવે તેની મુખ્ય સેનાપતિ તરીકે વરણી કરશે .

2) સકતાવતની સેના કિલ્લો તોડવા શા માટે નિષ્ફ્ળ રહી ?
જવાબ – સક્તાવત સેનાએ કિલ્લાનાં દ્વારને તોડવા ખુબ મહેનત કરી, દહાથીઓ દ્વારને બળપૂર્વક હડસેલી શકતા ન હતા કારણ કે દ્વાર પર ખુબ મજબૂત અણીવાળા ખીલા લગાડેલા હતા અને ધક્કો મારવા જતા અણિયાળા ખીલા હાથીઓના માથામાં ભોંકાતા હતા . તેથી સેનાએ કિલ્લો તોડવા નિષ્ફ્ળ રહી .

3) મહાવત તથા આખી સેનાનાં મુખમાં અરેરાટી કેમ નીકળી ગઈ ?
જવાબ – ચંદાવત સેનાપતિ હાથી ઉપરથી નીચે ઊતરીને કિલ્લાના દ્વારના અણીવાળા ખીલા તરફ પીઠ કરી હાથી સામે અદબવાળીને ઊભો રહી ગયો . તેને મહાવતને હાથીને ખુબ જોરથી તેના દેહ સાથે અથડાવવા કહ્યું .આ સાંભળીને મહાવત તથા આખી સેનાનાં મુખમાં અરેરાટી નીકળી ગઈ.

4) ચંદાવત સેના સૌપ્રથમ કિલ્લામાં કેવી રીતે ઘૂસ્યું ?
જવાબ – ચંદાવત સેનાનો વેદ ઠાકુર નામનો સૈનિક સેનાપતિના માંસનો લોચો થયેલો નશ્વર દેહને એક ચાદરમાં બાંધી એ કિલ્લાની ભીંત પર ચડી ગયો તથા શબ અંદર નાખ્યું અને ઝડપથી બૂમ પાડી કે ચંદાવત અને તેની સેના કિલ્લામાં ઘૂસી છે.

5) ચંદાવત સેનાપતિનાં ઉદાહરણથી શું શીખવા મળે છે?
જવાબ – ચંદાવત સેનાપતિના ઉદાહારથી એ શીખવા મળે છે કે જેવી રીતે ચંદાવતેની જેમ નેતૃત્વ કરનારે તથા પોતાના લોકો માટે કીર્તિ મેળવવાની આકાંક્ષા રાખનારને વખત આવ્યે પોતાના પ્રાણ પાથરવા જોઈએ.

યોગ્ય શબ્દો દ્વારા નીચે આપેલી ખાલી જગ્યા પૂરો.
1) પ્રવેશદ્વાર પર મજબૂત અણીદાર ખીલા હતા.
2) મહાવતે નિયમન થી હાથીને નિશાની કરી .
3) ઘડીવારમાં લોચો વળી ગયેલો સેનાપતિ સ્વર્ગે સિધાયો .
4) કિલ્લાની અંદર ક્ષત્રિયો તથા મુસ્લિમ સેના વચ્ચે યુદ્ધ થયું .
5) શૂરવીર ચંદાવત સેનાપતિ વૈકુંઠ વાસી થયો .

નીચે આપેલા વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો .
1) કીર્તિની આકાંક્ષા કરનારને પ્રાણ પણ પાથરવા પડે છે . ✔
2) વિજયનો યશ સક્તાવતની સેનાને ફાળે ગયો . ✘
3) ચંદાવત સેનાપતિ ઘોડા પરથી નીચે ઉતર્યો . ✘
4) સૈનિક શબ કોથળામાં નાખી ને ફેંક્યો . ✘
5) હાથીનાં ધક્કાથી દ્વાર કડાકા સાથે તૂટી ગયો .  ✔

નીચે આપેલા રૂઢીપ્રયોગોનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો .

1) અરેરાટી વ્યાપી જવી
અર્થ –
આઘાત લાગવો
વાક્ય –
પિતાના અકસ્માતના સમાચાર સાંભળી ઘરમાં અરેરાટી વ્યાપી ગઈ.

2) સ્વર્ગે સિધાવું
અર્થ – મૃત્યુ પામવું
વાક્ય – મહારાજા યુદ્ધ લડતા લડતા સ્વર્ગે સિધાવ્યા.

3) સર કરવું
અર્થ – સિદ્ધ કરવું
વાક્ય – ક્ષત્રિયોએ મુસલમાન સેનાએ સામે વિજય મેળવીને કિલ્લો સર કરી લીધો.

4) કેર વર્તાવવો
અર્થ – જુસ્સો બતાવવો
વાક્ય – ક્ષત્રિય સેનાએ યુદ્ધમાં કેર વર્તાવ્યો.

5) પ્રાણ પાથરવા
અર્થ – મૃત્યુ થવું
વાક્ય – નેતૃત્વ કરનારે કીર્તિ મેળવવા માટે પોતાના પ્રાણ પાથરવા માટે તત્પર રહેવું જોઈએ.

6) વૈકુંઠવાસી થવું
અર્થ – મૃત્યુ પામવું
વાક્ય – સેનાપતિ કિલ્લામાં પ્રવેશ કરવા માટે વૈકુંઠવાસી થયા.

નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો .
1) શુરવિર : શૂરવીર
2) શત્રીય : ક્ષત્રિય
3) નેત્રીત્વ : નેતૃત્વ
4) શાહસીક : સાહસિક
5) વીચારવિમર્સ : વિચારવિમર્શ
6) સુરયોદય : સૂર્યોદય
7) બલપુર્વક : બળપૂર્વક
8) અણીયાડા : અણિયાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *