CBSE Class 8 Gujarati “તોફાની અડવો (Tofani advo)” questions-answers-સ્વાધ્યાય

તોફાની અડવો

(CBSE Class 8 Gujarati)

સ્વાધ્યાય

  • નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
    1) ડોશીમાનો પુત્ર કેવો હતો ?
    જવાબ : ડોશીમાનો પુત્ર સાવ બુદ્ધિ વગરનો હતો .
    2) ડોશીમાએ અડવાના લગ્ન ક્યારે કર્યા ?
    જવાબ : જયારે અડવો યુવાન થયો ત્યારે ડોશીમાએ તેના લગ્ન કર્યા .
    3) ડોશીમાએ અડવાને કોને લઇ આવવા કહ્યું ?
    જવાબ : ડોશીમાએ અડવાને વહુને લઇ આવવા કહ્યું.
    4) અડવાભાઈએ તૈયાર થઈને ક્યાંની વાટ પકડી ?
    જવાબ : અડવાભાઈએ તૈયાર થઈને સાસર વાટ પકડી.
    5) ખેતરમાં અડવાને સૌ પ્રથમ કોણ મળ્યું ?
    જવાબ : ખેતરમાં અડવાને સૌ પ્રથમ ત્રણ-ચાર ઘીનાં વેપારીઓ મળ્યા .
  • નીચે આપેલા પ્રશ્નોનાં મુદ્દાસર જવાબ લખો .
    1) ડોશીમાએ દીકરાને શું શીખ આપી ?
    જવાબ : ડોશીમાએ દીકરાને રસ્તામાં સાવચેતી રાખવા કહ્યું. આડું અવળું જવાની ના પાડી અને રાત થતાં ત્યાં જ રાતવાસો કરી લેવા શીખ આપી .
    2) અડવાને ખેતરમાં કોણ કોણ મળ્યું ?
    જવાબ : અડવાને ખેતરમાં ત્રણ-ચાર ઘીના વેપારી , સોની વેપારીઓ અને ચાર ચોર મળ્યા .
    3) અડવાએ સોનીને શું સલાહ આપી ?
    જવાબ : અડવાએ સોનીને સલાહ આપી કે અહીં ચોરલૂંટારાનો ભય છે , તમે આગળ જશો તો લૂંટાય જશો. સામે ઝાડ દેખાય છે તેના પર ચઢી સંતાઈ જાવ . સવારે અહીંથી જજો .
    4) ઘીના વેપારીઓ કેવી રીતે પકડાયા ?
    જવાબ : ચોરે અડવાનું ભાતું ચોરી તેની સુખડી ખાવા લાગ્યા. તે ખાતા ખાતા એક ચોરે કહ્યું કે સુખડી તો લૂખી લૂખી લાગે છે . ત્યારે અડવાએ સલાહ આપી કે એ લૂખી સુખડી ન ખાઓ .સામે જુવારના ઘેરામાં ઘીના વેપારીઓ બેઠા છે તેમની પાસે ઘીથી ભરેલા ઘડા છે . તે ઘીમાં ઝબોળીને ખાઓ. અને આ સાંભળતા જ ચોરોએ વેપારીઓને પકડી લીધા .
  • નીચે આપેલા વિધાનોના કારણ આપો .
    1) અડવો તો ખેતરમાં બેઠો .
    કારણ કે અડવાએ જેવો ખેતરમાં પગ મૂક્યો કે તે જ સમયે સૂર્યાસ્ત થયો અને માએ કહ્યું હતું કે જ્યાં રાત થાય ત્યાં જ રાતવાસો કરી લેવાનો .
    2) લોકો ડોશીમાના દીકરાને અડવો કહેતા .
    કારણ કે ડોશીમાનો પુત્ર સાવ બુદ્ધિ વગરનો હતો અને કોઈ વાત સમજતો ન હતો .
    3) અડવાનું સ્વમાન ઘવાયું .
    કારણ કે ચોરોએ અડવાને ગાંડો કહ્યો અને તેના રૂપિયાને ખોટા કહ્યા .

 

  • યોગ્ય શબ્દો દ્વારા નીચે આપેલી ખાલી જગ્યા પૂરો .
    1) ચોરોએ પગ ઝાલી સોની મહારાજને નીચે ઉતાર્યા .
    2) અડવાભાઇ તો સવાર સુધી ખેતરમાં જ બેસી રહ્યા.
    3) ચોરોએ આરામથી સુખડી ઘીમાં ઝબોળીને ખાધી .
    4) ઘીના વેપારીઓ જુવારના ઘેરમાં સંતાઈ ગયાં .
    5) રસ્તામાં સાવચેતી રાખી જજે .
  • નીચે આપેલા વાક્યો ખરાં છે કે ખોટા તે જણાવો .
    1) ડોશીમાએ વહુને લાવવા સાસરવાટ પકડી .
    2) સૂર્યાસ્ત થાય ત્યારે રાત થઇ કહેવાય .  
    3) અડવાએ જંગલમાં પગ મૂક્યો કે રાત થઇ . 
    4) સોની વેપારી પીપળાનાં ઝાડ પર ચડી સંતાયા . 
    5) મધ્યરાત્રિ થતાં ત્રણ ચોર ખેતરમાં પ્રવેશ્યા. 
  • નીચે આપેલા રૂઢિપ્રયોગોનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો .
    1) સ્વમાન ઘવાયું : આત્મ-સમ્માનને ઠેસ પહોંચવી
    વાક્ય : ચોરોએ અડવાને ગાંડો કહ્યો એટલે તેનું સ્વમાન ઘવાયું .
    2) પડાવી લેવું : છીનવી લેવું
    વાક્ય : ચોરોએ વેપારીઓ પાસેથી ઘી પડાવી લીધું .
    3) લીલાલહેર હોવા : મોજેમોજ હોવી , જલસા હોવા
    વાક્ય : ચોરોને છુપાયેલા સોનીની જાણ થતા લીલાલહેર થઈ ગઈ .
  • નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો .
    1) સહુકાર : શાહુકાર
    2) થપળ : થપ્પડ
    3) પરતીસ્થીત : પ્રતિષ્ઠિત
    4) રુપીયા : રૂપિયા
    5) સૂર્યાસ્થ : સૂર્યાસ્ત
    6) વેપારિ : વેપારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *