CBSE Class 7 “કાવ્ય : નદીની રેતમાં (Nadini retma)” સ્વાધ્યાય -questions-answers

કાવ્ય : નદીની રેતમાં

(with meanings)

નદી(river)ની રેત(sand)માં રમતું(playing) નગર(city) મળે ન મળે ,
ફરી(again) આ દ્રશ્ય(scene) સ્મૃતિપટ(યાદશક્તિ) ઉપર(on) મળે ન મળે .
ભરી લો શ્વાસ(breathe)માં એની સુગંધ(smell)નો દરિયો(ocean) ,
પછી આ માટી(clay)ની ભીની(wet) અસર(effect) મળે ન મળે .
પરિચિતો(familiars)ને – ધરાઈ(with satisfaction)ને જોઈ લેવા દો ,
આ હસતાં(smiling) ચહેરા(face) , આ મીઠી(sweet) નજર(eyesight) મળે ન મળે .
ભરી લો આંખ(eye)માં રસ્તાઓ(roads) , બારીઓ(windows) , ભીતો(walls) ;
પછી આ શહેર(city) , ગલીઓ(street) , આ ઘર(home) મળે ન મળે .
રડી(cry) લો આજ(today) સંબંધો(relations)ને વીંટળાઈ(wrap,hug) અહીં ,
પછી કોઈને કોઈની કબર(grave) મળે ન મળે .
વળાવા(to say good bye,વિદાય) આવ્યા છે એ ચહેરા(faces) ફરશે આંખોમાં ,
ભલે સફર(journey)માં કોઈ હમસફર(partner) મળે ન મળે .
વતન(native)ની ધૂળ(dust,Earth’s crust)થી માથું(head) ભરી લઉં ‘ આદિલ’(name of poet)
અરે આ ધૂળ પછી ઉમ્રભર(lifetime) મળે ન મળે .

સ્વાધ્યાય
નીચે આપેલા પ્રશ્નોનાં ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધો .

૧ . કવિએ શ્વાસમાં શું ભરી લેવાં કહ્યું છે ?
( ક ) ભીની અસર ( ખ ) સુગંધનો દરિયો ( ગ ) સુગંધ ( ઘ ) મીઠી નજર
૨ . કાવ્યમાં સ્નેહી સંબંધી માટે કયો શબ્દ વપરાયો છે ?
( ક ) હસતાં ચહેરા ( ખ ) સંબંધો ( ગ ) પરિચિત ( ઘ ) હમસફર
૩ . આંખોમાં શું ભરી લેવાં નથી કહેવામાં આવ્યું ?
( ક ) ભીંતો ( ખ ) નગરો ( ગ ) ગલીઓ ( ઘ ) શહેર
૪ . કવિ કોને વીંટળાઈને રોઈ લેતાં કહે છે ?
( ક ) સંબંધોને ( ખ ) કબરને ( ગ ) હમસફરને ( ઘ ) પરિચિતોને

નીચે આપેલા પ્રશ્નોનાં વિગતવાર જવાબ લખો .

૧ . કવિ કયા દ્રશ્યને સ્મૃતિપટ પર સાચવી રાખવાં કહે છે ? શા માટે ?
નદીની રેતીમાં રમતા નગરના દ્રશ્યને સ્મૃતિપટ પર સાચવી રાખવા કહે છે કારણ કે એ દ્રશ્ય પછી સ્મૃતિપટ પર મળે કે ન મળે .
૨ . અંતિમ સમયે કવિ શું શું કરવાનું કહે છે ?
અંતિમ સમયે કવિ નદીવાળા નગરને યાદ રાખવાનું , ભીની માટીની સુંગંધ લેવાનું , પરિચિતોને જોવાનું , રસ્તા,શહેર વગેરેને યાદ રાખવાનું , સંબંધોને યાદ કરી રડી લેવાનું , વતનની ધૂળથી માથું ભરી લેવાનું કહે છે.

નીચે આપેલી કાવ્યપંક્તિ વાંચી , સમજીને આપેલા પ્રશ્નોનાં ઉત્તર લખો .

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘ આદિલ ‘ ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે .

૧ .‘ વતન ’ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો .
‘ વતન ’ શબ્દનો સમાનાર્થી શબ્દ – જન્મભૂમિ
૨ . કવિ શેની ધૂળથી માથું ભરી લેવાં કહે છે ?
કવિ વતનની ધૂળથી માથું ભરી લેવાં કહે છે .
૩ , ધૂળથી માથું ભરી લેવાં કવિ શા માટે કહે છે ?
કારણ કે પછી આખી જિંદગી એ ધૂળ મળે કે ન મળે.
૪ પંક્તિમાં ‘ આદિલ ‘ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
પંક્તિમાં ‘ આદિલ ‘ શબ્દ કવિના માટે પ્રયોજાયો છે .

અ વિભાગને બ વિભાગમાંથી બંધબેસતો શબ્દ શોધીને લખો .

 

જવાબ
૧  . નગર  રમતું ૧ . આંખમાં
૨ . દરિયો  સુગંધ ૨ . હસતાં
૩ . સફર  હમસફર ૩ . સુગંધ
૪ . રસ્તાઓ  આંખમાં ૪ . હમસફર
૫ . ચહેરા  હસતાં ૫ . રમતું

 

નીચે આપેલી કાવ્યપંક્તિનો અર્થવિસ્તાર કરો .

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ,
ફરી આ દેશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે .

ઉપરની પંક્તિ દ્વારા કવિ કહેવા માંગે છે કે પોતાના નગરમાં એક સુંદર નદીની છે અને તેનો કિનારો અઢળક રેતીથી ભરેલો છે. એવું લાગે છે જાણે એ નગર નદીની રેતીમાં રમતું હોય . કવિ આ ખૂબ સુંદર દ્રશ્યને સ્મૃતિપટ પર સાચવી લેવાનું કહે છે . કારણ કે પછી આ નગર જોવા મળે કે ન મળે .

નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો .

૧ . પરિચીત – પરિચિત
૨ . સમૃતીપટ – સ્મૃતિપટ
૩ . ઉમરભર – ઉમ્રભર
૪ . વિન્ટળાઈ – વીંટળાઈ
૫ . રસતાઓ – રસ્તાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *