CBSE Class 7 “સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)” સ્વાધ્યાય -questions-answers

સ્વામી વિવેકાનંદ

(with meanings)

સ્વામી વિવેકાનંદનું સાચું(real) નામ(name) નરેન્દ્રનાથ હતું . તેમનો જન્મ(born) કલકત્તામાં ઈ . સ .(ઈસવી સન એટલે કે ઈસુના જન્મ પછી – CE Common Era means years after Jesus Christ) ૧૮૬૩(1863) માં ૧૨(12)મી જાન્યુઆરીએ થયો હતો . તેમના પિતાજી(father)નું નામ વિશ્વનાથ દત્ત તથા માતા(mother)નું નામ ભુવનેશ્વરી હતું .

નરેન્દ્ર દેખાવે(lookise) ખૂબ સુંદર હતા . ગોળ(round) ભરાવદાર(plump) ચહેરો(face) , તેજસ્વી(bright) મોટાં(big) નયનો(eyes) , નિરોગી(healthy) શરીર(body) તથા મધુર(sweet) સ્વર(voice) એ એમનો પરિચય(introduction) હતો . તેઓ અભ્યાસ(education)માં ખૂબ તેજસ્વી(intelligent) હતા. વાંચન(reading)નો તેમને ખુબ શોખ(interest) હતો . તેમની સ્મૃતિશક્તિ(memory power) પણ અદ્ભુત(awesome) હતી . તેઓ એક વખત(one time) જે વાંચતાં તે તેમના સ્મૃતિપટ(યાદશક્તિના પત્ર )માં અંકિત(marked/noticed) થઈ જતું . તેઓ ખૂબ જ બાહોશ(skilful) હતા . જાતે અનુભવ(experience) ન થાય ત્યાં સુધી કોઈ વાત સાચી સ્વીકારે(accept) નહિ .

નરેન્દ્રને મનમાં બસ એક જ લગની(intense desire) લાગી હતી , ‘ મારે ઈશ્વર(god)ને જોવા છે . ” તેથી તેઓ તેમના ગુરુ(teacher)ની શોધ(search)માં ઘણા લોકોને મળ્યા . પણ તેમને કોઈનાથી સંતોષ(satisfaction) ન થયો . અંતમાં(at the end) તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા . નરેન્દ્રને તેમનામાં સાચા(real) ગુરુનાં દર્શન(appear) થયાં . તેમણે માત્ર(only) ત્રેવીસ(23) વર્ષ(year)ની આયુ(age)માં ભગવા(saffron) પોશાક(clothes) પહેરી સંસાર(household life) ત્યાગી(છોડી દઈ) , સંન્યાસ(reclusion,સાધુ ,સંતો જેવું તપસ્વી જીવન) ધારણ(accept) કરી લીધો . તેમને ‘ વિવેકાનંદ ‘ નામ તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસે આપ્યું .

ત્રીસ વર્ષની યુવાવયે(at young age) સ્વામીજીએ અમેરિકાનાં શિકાગો(Chicago) નામે શહેર(city)માં સર્વધર્મ પરિષદ(The parliament of world’s religions)માં ભારત(India)નાં પ્રતિનિધિ(representative) તરીકે હાજરી(presence) આપી . વિવેકાનંદે પોતાની વાણી(speech)થી દુનિયા(world)નાં લોકોને મંત્રમુગ્ધ(speechless) કરી વિદેશ(foreign)માં ભારતીય(Indian) સંસ્કૃતિ(culture)નો ડંકો વગાડ્યો(famous) . જયારે તેઓ અમેરિકાથી પરત(return) ભારત આવ્યા ત્યારે સેંકડો(hundreds of) લોકોએ તેમનું ઉષ્માભર્યું(with warmness) સ્વાગત(welcome) કર્યું.

તેઓ કહેતાં , “ કોઈ પણ કાર્ય(work) કરો ત્યારે પૂર્ણ(complete) ધ્યાન(attention) અને એકાગ્રતા(concentration)થી કરો , ક્યારેય(never) નિષ્ફળ(failed) નહીં થાઓ .”

વિવેકાનંદે ભારતની ગરીબી(poverty) અને નિરક્ષરતા(illeteracy) દૂર કરવા(remove) ભારત ભ્રમણ(wandered) કર્યું તથા ગુરુજીની આજ્ઞા(order) અનુસાર(according) લોકોને સાક્ષર(literate) કરવા ‘ રામકૃષ્ણ મિશન ‘ ની સ્થાપના કરી(established) . આ સંસ્થા(organization)એ દેશમાં તથા વિદેશમાં શાળા – મહાવિદ્યાલયો (schools-colleges) તથા આશ્રમો(one type of an religious institution) સ્થાપી ગરીબો(poor) , સ્ત્રીઓ(women) તથા અનાથો(orphans)નું કલ્યાણ(welfare) કર્યું અને તેમને શિક્ષણ(eucation) આપ્યું . તેમણે યુવાનો(youngsters)ને સૂત્ર(motto) આપ્યું : “ ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો (Arise,awake and stop till the Goal is reached )’. માત્ર ૩૯(39) વર્ષની યુવાન(young) વયે(age) તેમનું અવસાન(death) થયું . તેઓ એક સાચાં(true) દેશભક્ત(patriot) હતાં .

સ્વાધ્યાય
નીચે આપેલા પ્રશ્નોનાં જવાબ મુદ્દાસર ઉત્તર લખો .

૧ . સ્વામી વિવેકાનંદની લાક્ષણિકતાઓ જણાવો .
નરેન્દ્ર દેખાવે ખૂબ સુંદર હતા . ગોળ ભરાવદાર ચહેરો , તેજસ્વી મોટાં નયનો , નિરોગી શરીર તથા મધુર સ્વર એ એમનો પરિચય હતો . તેઓ અભ્યાસમાં ખૂબ ,તેજસ્વી હતા. વાંચનનો તેમને ખુબ શોખ હતો . તેમની સ્મૃતિશક્તિ પણ અદ્ભુત હતી . તેઓ એક વખત જે વાંચતાં તે તેમના સ્મૃતિપટમાં અંકિત થઈ જતું . તેઓ ખૂબ જ બાહોશ હતા . જાતે અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ વાત સાચી સ્વીકારે નહિ .

૨ . નરેન્દ્રને ‘ વિવેકાનંદ ‘ નામ કેવી રીતે મળ્યું ?
નરેન્દ્રને સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં સાચા ગુરુનાં દર્શન થયાં . તેમણે માત્ર ત્રેવીસ વર્ષની આયુમાં ભગવા પોશાક પહેરી સંસાર ત્યાગી , સંન્યાસ ધારણ કરી લીધો . તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસે તેમને ‘ વિવેકાનંદ ‘ નામ આપ્યું .

૩ . સ્વામી વિવેકાનંદ સફળતા અંગે શું કહેતાં ?
સ્વામી વિવેકાનંદ કહેતાં , “ કોઈ પણ કાર્ય કરો ત્યારે પૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી કરો , ક્યારેય નિષ્ફળ નહીં થાઓ .”

૪ . ‘ રામકૃષ્ણ મિશન ‘ અંગે ટૂંકમાં માહિતી આપો .
વિવેકાનંદે ભારતની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા ભારત ભ્રમણ કર્યું તથા ગુરુજીની આજ્ઞા અનુસાર લોકોને સાક્ષર કરવા ‘ રામકૃષ્ણ મિશન ‘ ની સ્થાપના કરી . આ સંસ્થાએ દેશમાં તથા વિદેશમાં શાળા – મહાવિદ્યાલયો તથા આશ્રમો સ્થાપી ગરીબો , સ્ત્રીઓ તથા અનાથોનું કલ્યાણ કર્યું અને તેમને શિક્ષણ આપ્યું

નીચે આપેલા વિધાનો માટે કારણો આપો .

૧ . નરેન્દ્રનાથ ગુરુની શોધમાં ખૂબ ભટક્યાં .
નરેન્દ્રને મનમાં બસ ઈશ્વરને જોવાની લગની લાગી હતી , તેથી તેઓ તેમના ગુરુની શોધમાં ઘણા લોકોને મળ્યા . પણ તેમને કોઈનાથી સંતોષ ન થયો .તેથી નરેન્દ્રનાથ ગુરુની શોધમાં ખૂબ ભટક્યાં .

૨ . અમેરિકાથી પાછા આવ્યા ત્યારે સેંકડો લોકોએ વિવેકાનંદનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું .
વિવેકાનંદે પોતાની વાણીથી દુનિયાનાં લોકોને મંત્રમુગ્ધ કરી વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો .તેથી જયારે તેઓ અમેરિકાથી પરત ભારત આવ્યા ત્યારે સેંકડો લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

૩ . વિવેકાનંદે ‘ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી .
વિવેકાનંદે ભારતની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા ભારત ભ્રમણ કર્યું તથા ગુરુજીની આજ્ઞા અનુસાર લોકોને સાક્ષર કરવા ‘ રામકૃષ્ણ મિશન ‘ ની સ્થાપના કરી .

નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા પૂરો.

૧ . સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ હતું .
૨ . વિવેકાનંદને વાંચન નો ખૂબ શોખ હતો .
૩ . વિવેકાનંદ જે એક વખત વાંચતાં તે તેમના સ્મૃતિપટ પર અંકિત થઈ જતું .
૪ . સ્વામી રામકૃષ્ણ પરમહંસ માં નરેન્દ્રનાથને સાચા ગુરુનાં દર્શન થયાં .
૫ . વિવેકાનંદે અમેરિકાનાં શિકાગોમાં સર્વધર્મ પરિષદ ભારતનાં પ્રતિનિધિ તરીકે હાજરી આપી .
૬ . વિવેકાનંદે ભારતની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા ભારત ભ્રમણ કર્યું .
૭ . વિવેકાનંદે યુવાનોને સૂત્ર આપ્યું : “ઊઠો , જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”

નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ લખો .

૧ . કોઈપણ રોગ ન હોય તેવું શરીર – નિરોગી
૨ . કોઈપણ બાબત વાંચ્યા પછી અક્ષરશઃ યાદ રાખવાની શક્તિ – સ્મૃતિશક્તિ
૩ . કોઈ સંસ્થા કે દેશ તરફથી ભાગ લેનાર આગેવાન – પ્રતિનિધિ
૪ . કોઈ કામ કરવા માટેનો આદેશ કે પરવાનગી – આજ્ઞા
૫ . બિલકુલ અભણ હોવું તે – નિરક્ષર

નીચે આપેલા શબ્દોની સંધિ જોડો .

૧ . વિવેક + આનંદ = વિવેકાનંદ
૫ . નિર્ + અક્ષર = નિરક્ષર
૨ . નર + ઇન્દ્ર = નરેન્દ્ર
૩ . અભિ + આસ = અભ્યાસ
૪ . નિસ્ + ફળ = નિષ્ફળ
૬ . ભુવન + ઈશ્વરી = ભુવનેશ્વરી
૭ . એક + અગ્ર = એકાગ્ર
૮ . સમ્ + સાર = સંસાર

નીચેના રૂઢિપ્રયોગોનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો .

૧ . બાહોશ હોવું . – તીક્ષ્ણ બુદ્ધિના હોવું .
વિવેકાનંદ ખૂબ બાહોશ હતા.
૨ . મંત્રમુગ્ધ થઈ જવું . – ચકિત થઇ જવું .
વિવેકાનંદે વિદેશીઓને પોતાની વાણીથી મંત્રમુગ્ધ કરી દીધા.
૩ . કલ્યાણ કરવું . – ભલું કરવું .
વિવેકાનંદે શિક્ષણ આપીને અનેક લોકોનું કલ્યાણ કર્યું છે.

નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો .

૧ . ભુવનેશ્વરિ – ભુવનેશ્વરી
૪ . પરીસદ – પરિષદ
૨ . સ્મ્રૂતિ – સ્મૃતિ
૫ . સન્સકરતી – સંસ્કૃતિ
૩ . પ્રતીનીધી – પ્રતિનિધિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *