CBSE Class 7 “ઇજિપ્તની મમી સંસ્કૃતિ (Egypt ni mummy sanskuti)” સ્વાધ્યાય -questions-answers

ઇજિપ્તની મમી સંસ્કૃતિ

(with meanings)

પ્રાચીનકાળ(ancient time)નાં ઇજિપ્તવાસી(people of Egypt)ઓ ઘણાં બધાં(lots of) ભગવાનમાં શ્રદ્ધા(belief) ધરાવતાં હતાં . તેઓ માનતા કે તેમના મહારાજ(king) “ ફારોહ(pharaoh means ruler) ” પણ ઈશ્વર(god) છે . ઇજિપ્તમાં રાજાને ફારોહ કહેવાતાં . તેઓ એવું માનતા(believe) કે રાજા મરી જાય પછી પણ તેમની સહાયતા(help) કરે છે . આ કારણ(reason)થી ફારોહ નિધન(death) પામે પછી(after) પણ તેના નિધન(death) પછીના સુંદર જીવન(life) માટે તેઓ કામના(wish) કરતાં અને આ નિધન પછીનાં સુખી(happy) જીવન માટે તેમના દેહ(body)ને સંભાળવાની પ્રથા(practice) શરૂ થઈ . ઇજિપ્તવાસીઓ માનતા કે ફારોહનાં આત્મા(soul) માટે તેના દેહને ઓળખવું(identify) જરૂરી(necessary) છે , તેથી તેના દેહને તેઓ જાળવતાં(preserve) . આ પ્રક્રિયા(process)ને લીધે આવશ્યક(necessary) તેઓએ મમી(dead body wrapped in clothes) બનાવવાનું(make) શરૂ(start) કર્યું .

ફારોહનાં મૃત્યુ સાથે જ મુખ્ય(main) પાદરી(pastor/minister) તેના દેહ પર પોતાના માણસો સાથે કાર્ય(work) શરૂ કરી દેતો . તેઓ શરીરનાં કેટલાંક અંગો(body parts) કાઢી લે તો પણ હૃદય(heart)ને શરીરમાં જ રાખતા. આ કાઢેલા અંગોનો તેઓ વિશિષ્ટ(specific) બરણીઓ(jars)માં રાખી મૂકતા . પછી તેઓ આ બરણીઓને ફારોહનાં દેહ સાથે – દેહ રાખવા માટેની બનાવેલી વિશેષ(special) જગ્યા(place)માં – દેહની આસપાસ(around) મૂકતાં . પછી તેઓ મૃતદેહ(dead body)નું મગજ(brain) કાઢીને ફેંકી દેતાં . તેઓ માનતા કે મગજ નકામું(fruitless) વ્યર્થ(useless) છે . શરીરની ત્વચા(skin) પર તેઓ એક વિશિષ્ટ(specific) પ્રકાર(type)નું મીઠું(salt) ઘસતા(rub). જેથી શરીર ઝડપથી(quickly) સૂકાઈ(dry up) જાય . આ ક્રિયા ચાલીસ(40) દિવસ(days) ચાલતી . પછી તેઓ શરીરમાં કપડાં(clothes) અને રેતી(sand) ભરી દેતાં(fill up) . શરીરને તેઓ તેલ(oil) અને અત્તર(perfume)થી ઘસતાં . પછી તે શરીરને મીણ(wax) લગાડીને તૈયાર(reay) કરતાં . મીણ માટેનો અરેબિક શબ્દ(word) છે મમ. એટલે આ રીતે તૈયાર(ready) થયેલાં શરીરને મમી ’ કહેવાની પ્રથા(system) પડી .

આ રીતે તૈયાર થયેલાં દેહને તેઓ ખૂબ(very) મોટાં(large) કપડા(cloth)માં લપેટતાં(wrap) . આ કપડાંને એકબીજા(each other) સાથે ચોંટાડવા() માટે પણ તેઓ મીણ વાપરતા . આમ સિત્તેર(70) દિવસે મમી તૈયાર થઈ જાય . પછી મૃત ફારોહનો ચહેરો(face) તે મમી પર દોરતાં(draw) . જેથી રાજાનો આત્મા પોતાના શરીરને ઓળખી(identify) શકે . પછી મમીને બે થી ત્રણ કોફીન(coffin means rectangular box in which dead body is placed for burial )માં મૂકતાં અને અંતે તેને કબર(tomb means small building for remains of dead )માં એટલે કે “ પિરામિડ ‘ માં મૂકવામાં આવતું .

ફારોહ પોતાના જીવનકાળ(lifetime) દરમ્યાન(during) જ પોતાનો પિરામિડ બનાવી લેતો . આ બનાવવામાં ખૂબ સમય(time) , મહેનત(effort) અને પૈસા(money) થતાં . આ પિરામિડનો ઉપર(upper)નો ભાગ(part) અણીદાર(pointed) રહેતો . પિરામિડનો આકાર(shape) ઉપર તરફ ઘટતો(decrease) જતો એને બહાર(outside)થી તે પગથિયાં(steps) જેવાં લાગતાં ; કારણ કે એમ માનવામાં() આવતું કે આવી રચના(structure)થી ફારોહના આત્માને ઉપર ભગવાન સુધી પહોંચવું(reach) સહેલું(easy) પડે , દરેક(evey) ફારોહ પોતાના આગળ(preceding)નાં ફારોહથી મહાન(great) થવા માંગતો હતો , તેથી પિરામિડ પણ મોટાં ને મોટાં થતાં ગયાં . સિત્તેરથી વધારે ફારોહ પોતાના માટે પિરામિડ બનાવી ગયાં . ગિઝા(Giza – oldest of 7 wonders of ancient world)નો પિરામિડ પથ્થર(stone)ના બાંધકામ(construction)માં વિશ્વ(world)માં અત્યાર સુધી(till now) સૌથી મોટું(largest) બાંધકામ છે . પિરામિડમાં મૃત્યુ પછીનાં જીવન માટે જરૂરી(required) બધી(all) ચીજો(things) રહેતી . જેમ કે ઘરેણાં(ornaments) , વસ્ત્રો(clothes) અને આહાર(food) ઘણાં ફારોહ તો તેમની રાણીઓ(queens) અને સેનાપતિઓ(commander)ને પણ પોતાની સાથે મમી કરવાનો આદેશ(order) આપી ગયાં હતાં . જેથી મૃત્યુ પછીનાં જીવનમાં તેઓ તેને મદદરૂપ(helpful) થઈ શકે . આ બધું પિરામિડમાં એકવાર(once) આવી જાય પછી પવિત્ર(holy) આત્માને અલગ(isolated) રાખવા તેઓ પિરામિડ બંધ(close) કરી દેતાં . તેઓ માનતા કે પિરામિડ ઈશ્વરનું ઘર(home) છે . તેથી જો કોઈ એમાં દાખલ(enter) થાય તો ભયંકર(dangerous) બનાવો બને . કદાચ(may be) અંદર(inside) જનારો અવસાન(death) પણ પામે , પણ આ બધી વાતો લોકોને અંદર જતાં રોકી(stop) શકી નહિ . પિરામિડના બાંધકામ વખતે કેટલાંક મજૂરો(worker)એ તેમાં ગુપ્ત(secret) સુરંગો(tunnel) બનાવી રાખી . પિરામિડ બંધ થયા પછી તેઓ અંદર જતાં અને ચોરી(theft) કરી બધું બહાર લઈ આવતાં . કેટલાંક કોફીનને પણ આ કારણથી ખાસ પ્રકારનાં તાળાં(lock) રાખવામાં આવતાં જે ખુલી(open) ન શકે .

આજે ઇજિપ્તમાં લાખો પ્રવાસીઓ દર(every) વર્ષે(year) આ પિરામિડો જોવા આવે છે . ફારોહનો આત્મા છે કે નહિ તે તો ખબર નથી , પણ પિરામિડ બનાવીને તેઓ અમર(immortal,deathless) બની ગયા છે . થોડા(sometime) જ સમય(time) પૂર્વે(ago) સૌથી ચર્ચાસ્પદ(controversial) તૂતેન્ખામેન(Tutankhamen-Egyptian Pharoah)ના મમી પર સંશોધન(research) થયેલું જોવા મળ્યું હતું . તેના પિરામિડને ચોર ખોલી શક્યા નહોતા , તેથી તેમાંથી ઘણી ઐતિહાસિક(historical) વસ્તુઓ(things) મળી(found) આવી .

નીચેના પ્રશ્નોનાં જવાબ એકબે વાક્યોમાં લખો .

૧ . ‘ ફારોહ ‘ નો અર્થ શું થાય ?
“ફારોહ ” એટલે રાજા.
૨ . “ મમી ” શબ્દ કેવી રીતે પ્રચલિત થયો ?
ઇજિપ્તવાસીઓ ફારોહના મૃતદેહને શરીરને મીણ લગાડીને તૈયાર કરતાં . મીણ માટેનો અરેબિક શબ્દ છે મમ. એટલે આ રીતે તૈયાર થયેલાં શરીરને મમી કહેવાની પ્રથા પડી અને “ મમી ” શબ્દ કેવી રીતે પ્રચલિત થયો .
૩ , પિરામિડનો આકાર ઉપરથી અણીદાર કેમ રખાતો ?
એમ માનવામાં આવતું કે આવી રચનાથી ફારોહના આત્માને ઉપર ભગવાન સુધી પહોંચવું સહેલું પડે. આથી પિરામિડનો આકાર ઉપરથી અણીદાર રખાતો .
૪ . પિરામિડમાં મજૂરોએ સુરંગ કેમ બનાવી હતી ?
પિરામિડ બંધ થયા પછી અંદર જઈ અને ચોરી કરી બધું બહાર લઈ આવવા માટે મજૂરોએ સુરંગ બનાવી હતી .

નીચેના પ્રશ્નોનાં જવાબ મુદ્દાસર લખો .

૧ . “ પિરામિડ ‘ શું છે ? તેનું બાંધકામ કેવી રીતે થતું ?
ઈજીપ્તવાસીઓ ફારોહના મમીને બે થી ત્રણ કોફીનમાં મૂકતાં અને અંતે તેને કબરમાં મૂકવામાં આવતું .જેને પિરામિડ કહેવાય છે .આ બનાવવામાં ખૂબ સમય , મહેનત અને પૈસા થતાં . આ પિરામિડનો ઉપરનો ભાગ અણીદાર રહેતો . પિરામિડનો આકાર ઉપર તરફ ઘટતો જતો એને બહારથી તે પગથિયાં જેવાં લાગતાં .
૨ . ઇજિપ્તવાસીઓ ‘ ફારોહ ‘ નાં મૃત્યુ પછી તેના મૃતદેહનું શું કરતાં ?
ફારોહનાં મૃત્યુ સાથે જ મુખ્ય પાદરી તેના દેહ પર પોતાના માણસો સાથે કાર્ય શરૂ કરી દેતો .કેટલાંક અંગો કાઢી લેતા પણ હૃયને શરીરમાં જ રાખતા. આ કાઢેલા અંગોનો તેઓ વિશિષ્ટ બરણીઓમાં રાખી દેહની આસપાસ મૂકતાં . પછી તેઓ મૃતદેહનું મગજ કાઢીને ફેંકી દેતાં . શરીરની ત્વચા પર મીઠું ઘસી શરીરમાં કપડાં અને રેતી ભરી દેતાં . શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતાં . પછી તે શરીરને મીણ લગાડતા .આ રીતે તૈયાર થયેલાં દેહને તેઓ ખૂબ મોટાં કપડામાં લપેટતાં .આ મમીને પિરામિડમાં મુકતા.
૩ . ‘ મમી ‘ બનાવવાની પ્રક્રિયા વર્ણવો .
ફારોહનાં મૃત શરીરનાં કેટલાંક અંગો કાઢી લેતા પણ હૃયને શરીરમાં જ રાખતા. આ કાઢેલા અંગોનો તેઓ વિશિષ્ટ બરણીઓમાં રાખી દેહની આસપાસ મૂકતાં . પછી તેઓ મૃતદેહનું મગજ કાઢીને ફેંકી દેતાં . શરીરની ત્વચા પર તેઓ એક વિશિષ્ટ પ્રકારનું મીઠું ઘસતા. જેથી શરીર ઝડપથી સૂકાઈ જાય . આ ક્રિયા ચાલીસ દિવસ ચાલતી . પછી તેઓ શરીરમાં કપડાં અને રેતી ભરી દેતાં . શરીરને તેઓ તેલ અને અત્તરથી ઘસતાં . પછી તે શરીરને મીણ લગાડતા .આ રીતે તૈયાર થયેલાં દેહને તેઓ ખૂબ મોટાં કપડામાં લપેટતાં . આ કપડાંને એકબીજા સાથે ચોંટાડવા માટે પણ તેઓ મીણ વાપરતા . આમ સિત્તેર દિવસે મમી તૈયાર થઈ જાય .
૪ . પિરામિડ બંધ થયા પછી ઈજિપ્તવાસીઓ પ્રવેશ અંગે શું માનતા? તેનું પરિણામ શું આવ્યું ?
ઈજિપ્તવાસીઓ માનતા કે પિરામિડ ઈશ્વરનું ઘર છે . તેથી જો કોઈ એમાં દાખલ થાય તો ભયંકર બનાવો બને . કદાચ અંદર જનારો અવસાન પણ પામે , પણ આ બધી વાતો લોકોને અંદર જતાં રોકી શકી નહિ . પિરામિડના બાંધકામ વખતે કેટલાંક મજૂરોએ તેમાં ગુપ્ત સુરંગો બનાવી રાખી . પિરામિડ બંધ થયા પછી તેઓ અંદર જતાં અને ચોરી કરી બધું બહાર લઈ આવતાં . કેટલાંક કોફીનને પણ આ કારણથી ખાસ પ્રકારનાં તાળાં રાખવામાં આવતાં જે ખુલી ન શકે .

 

યોગ્ય શબ્દો દ્વારા નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો .

૧ . ઇજિપ્ત માં રાજાને ફારોહ કહેવામાં આવતાં .
૨ . તેઓ મૃતદેહનું મગજ કાઢીને ફેંકી દેતાં .
૩ . અરેબિક ભાષામાં મીણ માટે ‘ મમ ’ શબ્દ વપરાય છે .
૪ . સિત્તેર દિવસોમાં મમી તૈયાર થઈ જતાં .
૫ . વિશ્વમાં ગિઝા નો પિરામિડ સૌથી મોટો છે .
૬ . થોડા સમય પહેલાં તૂતેન્ખામેનના પિરામિડ પર સંશોધન કરવામાં આવ્યું હતું .

નીચે આપેલા રૂઢિપ્રયોગોનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો .

૧ . શ્રદ્ધા હોવી – આસ્થા હોવી
ભગવાનમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ .
૨ . સહાયતા કરવી – મદદ કરવી
આપણે ગરીબ લોકોની સહાય કરવી જોઈએ .
૩ . અમર બની જવું . – અવિનાશી બની જવું
ગાંધીજી દેશ માટે લડતા લડતા અમર બની ગયા .
૪ .સંશોધન કરવું . – શોધખોળ કરવી
વૈજ્ઞાનિકો મમી પર સંશોધન કરે છે .

નીચે આપેલી શબ્દોની સાચી જોડણી લખો .
  • પીરામીડ – પિરામિડ
  • અણિધાર – અણીદાર
  • અઇતીહાસીક – ઐતિહાસિક
  • ઈજીપ્ત – ઇજિપ્ત
  • વીસીસ્ટ – વિશિષ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *