CBSE Class 7 “માધવ ક્યાંય નથી મધુવનમાં (Madhav kyay nthi mdhuvanma)” સ્વાધ્યાય -questions-answers

કાવ્ય : માધવ ક્યાંય નથી મધુવનમાં

ફૂલ કહે ભમરાને(wasp) , ભમરો વાત વહે ગુંજનમાં (buzz); –
માધવ(શ્રી કૃષ્ણ) ક્યાંય નથી મધુવનમાં(વ્રજનું એક વન) .
કાલિન્દી(યમુના નદી)નાં જલ(પાણી) પર ઝૂકી(નમીને) પૂછે કદંબડાળી(કદંબ વૃક્ષની ડાળી) ,
યાદ તને બેસી અહીં વેણું(વાંસળી) , વાતા ’ તા(વગાડતાતા) વનમાળી(શ્રી કૃષ્ણ) !
લહર(wave) વમળ(whirlpool)ને કહે , વમળ એ વાત સ્મરે(યાદ કરે) સ્પંદન(કંપન,vibration)માં ;
માધવ ક્યાંય નથી મધુવનમાં .
કોઈ ન માંગે દાણ(ગોપીઓ પાસેથી રમૂજથી શ્રી કૃષ્ણ જે જકાત વસુલ કરતા તે) , કોઈની આણ(હુકમ,order) ન વાટે(રસ્તમાં) ફરતી ,
હવે કોઈ લજ્જા(શરમ)થી હસતાં રાવ(ફરિયાદ) કદી ક્યાં કરતી !
નંદ કહે જશુમતી(યશોદા)ને , માતા લાલ ઝરે(ટપકે) લોચનમાં (આંખોમાં);
માધવ ક્યાંય નથી મધુવનમાં .
શિર(માથું) પર ગોરસમટુકી(દૂધ,દહીં રાખવાનું માટીનું પાત્ર) મારી વાટ(રાહ,wait) ન કેમે ખૂટી ,
અબ લગ કંકર(કાંકરો) એક ન લાગ્યો , ગયાં ભાગ્ય(નસીબ,luck ) મુજ(મારા) ફૂટી !
કાજળ(mascara) કહે આંખોને , આંખો વાત કહે ગુંજનમાં ;
માધવ ક્યાંય નથી મધુવનમાં .

સ્વાધ્યાય
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધો.

૧ . ફૂલ પોતાની વેદના કોને જણાવે છે ?
( ક ) નંદજીને ( ખ ) ભમરાને ( ગ ) જશુમતીને ( ધ ) માધવને
૨ . ‘ માધવ ક્યાંય નથી મધુવનમાં ‘ આ વાત કોણ વહેતી કરે છે ?
( ક ) ગુંજન ( ખ ) ફૂલ ( ગ ) ભમરો ( ઘ ) ગોપી
૩ . કાવ્યમાં કોના શિર પર ગોરસ મટુકી રહેલી છે ?
( ક ) ગોપી ( ખ ) જશુમતી ( ગ ) કાલિન્દી ( ઘ ) માધવ
૪ . કાવ્યમાં કઈ નદીની વાત કરવામાં આવી છે ?
( ક ) વમળ ( ખ ) અંસુઅન ( ગ ) કદંબ ( ઘ ) કાલિન્દી
૫ . આંખો પોતાની વ્યથા કયા માધ્યમથી રજૂ કરે છે ?
( ક ) બંધ કરીને ( ખ ) આંસુથી ( ગ ) ગુસ્સાથી ( ઘ ) કાજળથી

નીચે આપેલા પ્રશ્નોનાં વિગતવાર જવાબ લખો .

૧ . કાવ્યમાં કોની કોની વચ્ચે સંવાદ દર્શાવવામાં આવ્યો છે ?
કાવ્યમાં ફૂલ અને ભમરા વચ્ચે ,કાલિન્દીનાં પાણી અને કદંબડાળી વચ્ચે , લહર અને વમળ વચ્ચે , નંદ અને જશોદા વચ્ચે તેમજ કાજળ અને આંખો વચ્ચે સંવાદ દર્શાવામાં આવ્યો છે .
૨ . ‘ માધવ ક્યાંય નથી મધુવનમાં ‘ પંક્તિનો યોંગ્ય અર્થવિસ્તાર કરો .
માધવ એટલે શ્રી કૃષણ. ભગવાન કૃષ્ણ ના બધા ભક્તો શ્રી કૃષ્ણને મધુવન નામના વનમાં શોધી રહ્યા છે પરંતુ શ્રી કૃષ્ણ ક્યાંય મળતા નથી. બધા ભક્તો શ્રી કૃષ્ણ ની ગેરહાજરીમાં તેને યાદ કરી રહ્યાં છે. ભક્તો આતુરતાથી શ્રી કૃષ્ણની વાટ જોઈ રહ્યા છે.

નીચે આપેલી કાવ્યપંક્તિનો અર્થવિસ્તાર કરો .
૧ . કોઈ ન માંગે દાણ , કોઈની આણ ન વાટે ફરતી ,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી !
નંદ કહે જસુમતીને , માતા લાલ ઝરે લોચનમાં .
માધવ ક્યાંય નથી મધુવનમાં . . .

ગોપીઓ પાસેથી હવે કોઈ દાણ માંગતું નથી. અહીં દાણ એટલે ગોપીઓ પાસેથી રમૂજથી શ્રી કૃષ્ણ જે જકાત વસુલ કરતા તે. દાણ વસૂલવા માટે હવે માર્ગમાં કોઈ હક જમાવતું નથી. એટલે ગોપીઓ હવે લજ્જાથી હસતા હસતા શ્રી કૃષ્ણની ફરિયાદ પણ કરતી નથી. નંદબાબા માતા જશોદા ને કહે છે કે તમારી આંખો શ્રી કૃષ્ણના વિરહમાં રડી રડીને હવે લાલ થઇ ગઈ છે પરંતુ કૃષ્ણ ક્યાંય દેખાતા નથી.

નીચે આપેલી કાવ્યપંક્તિનો અર્થવિસ્તાર કરો . .
૨ , શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી ,
અબ લગ કંકર મૈંક ન લાગ્યો ગયાં ભાગ્યે મુજ ફૂટી .
કાજળ કહે આંખોને , આંખો વાત કહે ગુંજનમાં ;
માધવ ક્યાંય નથી મધુવનમાં . .

ગોપીઓ કહે છે કે પોતાના માથા પર રહેલી ગોરસમટુકી શ્રી કૃષ્ણની વાટ જોઈ રહી છે કે ક્યારે કૃષ્ણ આવીને એક કંકર ફેંકીને મટુકી ફોડી નાખે. પરંતુ એક પણ કંકર મટુકીને લાગ્યો નથી એટલે કે કૃષ્ણ મળતા નથી તેથી ગોપીઓ પોતાના ભાગ્ય ફૂટી ગયા છે એવું મને છે . આંખોનું કાજળ પોતાની વ્યથા આંખોને જણાવે છે અને આંખો ગુંજનથી શ્રી કૃષ્ણ ન મળવાની વ્યથા દર્શાવે છે.

નીચેના પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ લખો .

૧ . કાવ્યપંક્તિમાં ‘ દાણ ’ શબ્દ શું દર્શાવે છે ?
કાવ્યપંક્તિમાં ‘ દાણ ’ શબ્દ એટલે ગોપીઓ પાસેથી રમૂજથી શ્રી કૃષ્ણ જે જકાત વસુલ કરતા તે  .
૨ . વૃંદાવનમાં માર્ગ પર હવે કોની આણ વરતાતી નથી ?
વૃંદાવનમાં માર્ગ પર હવે શ્રી કૃષ્ણની આણ વરતાતી નથી.
૩ . માતા યશોદાની આંખો શા માટે લાલ થઈ છે ?
શ્રીકૃષ્ણ ની વાટ જોઈને તેમના વિરહમાં માતા યશોદા ખૂબ રડ્યાં તેથી આંખો લાલ થઇ છે .
૪ . ગોપીઓ માતા યશોદાને કૃષ્ણની ફરિયાદ કેવી રીતે કરતી ?
ગોપીઓ માતા યશોદાને કૃષ્ણની ફરિયાદ લજ્જાથી હસતા હસતા કરતી.

કૌસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચે આપેલી ખાલી જગ્યા પૂરો .

( ગોપીને , કાલિન્દી , માટલી , કદંબ , ગોરસમટુકી , લહર , મધુવન , વમળ )

૧ . કૃષ્ણ કદંબ ની ડાળી પર બેસી વેણુ વગાડતાં .
૨ . દૂધદહીં રાખવાનાં વાસણને ગોરસમટુકી કહેવાય .
૩ . ભક્તો કૃષ્ણને મધુવન માં શોધી રહ્યાં છે .
૪ . પાણીમાં થતા ગોળાકાર કુંડાળાને વમળ કહેવાય .
૫  . ગોપીને પોતાના ભાગ્ય ફૂટી ગયા લાગે છે .

 

નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવો .

૧ . સ્પંદન , ૨ . કાજળ , ૩ . વનમાળી , ૪ . મધુવન , ૫ કદંબડાળી , ૬ . લજ્જા , ૭ . ગુંજન .

જવાબ – કાજળ , કદંબડાળી ,ગુંજન, મધુવન ,લજ્જા ,વનમાળી ,સ્પંદન

One Comment on “CBSE Class 7 “માધવ ક્યાંય નથી મધુવનમાં (Madhav kyay nthi mdhuvanma)” સ્વાધ્યાય -questions-answers”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *