CBSE Class 8 “અંધેરી નગરી(Andheri nagari)” સ્વાધ્યાય-questions-answers

અંધેરી નગરી
સ્વાધ્યાય

  • નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો.

1) અંધેરી નગરીમાં બધી ચીજો કેવા ભાવે વેચાતી હતી ?
જવાબ : એક જ ભાવે
2) ‘હાટ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શુ થાય ?
જવાબ : બજાર
3) તસ્કરો ચોરી કરવા ક્યાં ગયા ?
જવાબ : વણિકના ઘરે
4) ‘મુલ્લાજી’ શરીરે કેવા હતા?
જવાબ : પાતળા
5) ગુરુએ શિષ્યને બચાવવા કેવો ઉપાય કર્યો ?
જવાબ : અદ્દભુત

  • નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો.

1) અંધેરી નગરીમાં બધી ચીજ વસ્તુઓ કેવી રીતે વેચાતી હતી ?
જવાબ : અંધેરી નગરીમાં બધી ચીજ વસ્તુઓ એક જ ભાવે વેચાતી હતી.

2) અંધેરી નગરીને જોઈ ગુરુએ શિષ્યને શું કહ્યું ?
જવાબ : અંધેરી નગરીને જોઈ ગુરુએ શિષ્યને કહ્યું કે

3) શિષ્યએ ગુરુને શો પ્રત્યુત્તર વાળ્યો ?
જવાબ : શિષ્યે ગુરુને પ્રત્યુતર આપ્યો કે

4) કોણ ભીંત નીચે દબાઈ ગયું ?
જવાબ : ચાર ચોર ભીંત નીચે દબાયા.

  • નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.

1) ગુરુએ શિષ્યને ક્યાં કારણથી ગામ છોડી દેવાનું કહ્યું ?
જવાબ : ગુરુએ જોયું કે ગામમાં બધી જ વસ્તુઓ સારા-નરસાના ભેદભાવ વગર એક જ ભાવે મળે છે . આવી જગ્યાએ ન્યાય મળી શકે નહી . તેથી ગુરુએ શિષ્યને ગામ છોડી દેવા કહ્યું .

2) ગુરુને શિષ્યને બોધ આપવાની કેમ જરૂર પડી ?
જવાબ : શિષ્ય ગુરુએ અભણ રાજા પર વિશ્વાસ ન કરવા માટે સલાહ આપી છતાં અંધેરી નગરીમાં સસ્તા ભાવે ખાવાનું મળતું હોવાથી ત્યાં જ રોકાય ગયો.આથી જો દેશનો રાજા અભણ હોય ઓ શું પરિણામ આવે એ સમજાવવા ગુરુએ શિષ્યને બોધ આપવાની જરૂર પડી.

3) ચોરના મૃત્યુનો દોષ કોણે કોના પર ઢોળ્યો ?
જવાબ : ચોરના મૃત્યુનો દોષ વણિકે કડિયા પર , કડીયાએ પખાલી પર અને પખાલીએ મુલ્લા પર ઢોળ્યો .

4) શિષ્યને શૂળીએ ચડાવવાનું શા માટે નક્કી થયું ?
જવાબ : ચોરના મૃત્યુના દોષમાં મુલ્લાંજીને શૂળીએ ચડાવવાનું નક્કી થયું , પરંતુ મુલ્લાજી શરીરે પાતળા હતાં તેથી . રાજાએ હુકમ આપ્યો કે કોઈ જડાનરને ફાંસી આપો . શિષ્ય ખાઈ-પીને એકદમ તાજો-માજો થઇ ગયો હતો . તેથી શિષ્યને શૂળીએ ચડાવવાનું નક્કી થયું .

5) રાજા સ્વયં શૂળી પર કેમ ચડ્યા ?
જવાબ : શિષ્યને શૂળી પર ચડાવવાનું નક્કી થયું ત્યારે ગુરુએ શિષ્યને બચાવવા એક અદભુત ઉપાય કર્યો. ગુરુએ કહ્યું કે જે આ સમયે શૂળી પર ચડશે તેને વિમાન મળશે . આ સાંભળી રાજા વિમાનની લાલચમાં સ્વયં શૂળી પર ચડ્યા.

  • ખાલી જગ્યા પૂરો.

1) આ અવસરે શૂળીએ ચડનારને વિમાન મળશે .
2) શૂળીનાં ફલ કરતા મુલ્લા નું શરીર પાતળું હતું .
3) વણિકે પોતાના દોષનો ટોપલો કડિયા પાર ઢોળ્યો .
4) રાજાએ ગમે તે જાડાનર ને શૂળીએ ચડાવી દેવા કહ્યું .
5) ‘તસ્કર’ શબ્દનો સમાનાર્થી શબ્દ ચોર થાય .

  • વિધાનો ખરાં છે કે ખોટા તે જણાવો .

1) અંધેરી નગરના રાજા મુલ્લાજી હતા .❌
(અંધેરી નગરના રાજા ગંડુ હતા .)
2) પાંચ તસ્કરો ચોરી કરવા વણિકને ત્યાં ગયા.❌
(ચાર તસ્કરો ચોરી કરવા વણિકને ત્યાં ગયા.)
3) શિષ્ય ખાઈપીને ખૂબ જ આળસુ થઇ ગયો.✅
4) પખાળીએ દોષનો ટોપલો મુલ્લાજી પર ઢોળ્યો .✅
5) અભણ ભૂપતિ હોય ત્યાં જ ન્યાયની આશા રખાય .❌
(ભણેલ ભૂપતિ હોય ત્યાં જ ન્યાયની આશા રખાય .)

  • કાવ્યપંક્તિનો અર્થવિસ્તાર કરો .

જ્યહાં ભણેલ ન ભૂપતિ , નીપજે એવો ન્યાય ,
દેશ સુધારાની ત્યહાં , આશા શી રખાય ?

આ કાવ્યપંક્તિનો એ અર્થ થાય છે કે જે પ્રદેશના રાજા કે સરકાર કે નેતા ભણેલા ન હોય, સમજુ ન હોય તે પ્રદેશના લોકો સાથે કયારેય સાચો ન્યાય થઇ શકે નહીં .ત્યાં જો ન્યાય જ ન મળતો હોય તો દેશના વિકાસ કે પ્રગતિ માટેની કોઈ તક રહે નહીં તેથી દેશના સુધારાની કોઈ આશા રાખી શકાય નહીં.

  • નીચે આપેલા શબ્દોની જોડણી સુધારો .

1) પૂરતી – પુરી
2) અધભૂત – અદ્ ભુત
3) ભુપતિ – ભૂપતિ
4) શીસ્ય – શિષ્ય
5) ગૂરૂજી – ગુરુજી
6) પખાળિ – પખાલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *